પ્રેમ એટલે
મારા સૌ વિચારો માં તારું વસવું...
પ્રેમ એટલે
તું મૌન હોઈ છતાં તને સાંભળું...
ભ્રમ તો નહીં
પણ નક્કર સત્ય
એટલે પ્રેમ
પ્રેમ એટલે
મુખ માંથી શબ્દો પેહલા આંખ માંથી આંસુ નું નીકળવું...
પ્રેમ એટલે
દરેક શ્વાસે કોઈ ના પાસ હોવાનો એહસાસ...
પ્રેમ એટલે
મારા માટે,મારી સાથે તારું લડવું...
પ્રેમ એટલે
શૂન્યતા માં પણ કોઈના હોવાનો એહસાસ...
પ્રેમ એટલે
તારી શેરી માં મારા પગો નું ધીમું ચાલવું...
પ્રેમ એટલે
રાતે આંખો બંધ થતા જ સ્વપ્ન માં તારું આવવું...
પ્રેમ એટલે
કક્કો બારખડી ના કોઈ પણ combination થી પણ ના સમજાવી શકાય એવી લાગણી...
પ્રેમ એટલે
તને યાદ કરવામાં બીજું બધું ભૂલી જવું...
પ્રેમ એટલે
તુજ માં ઈશ્વર જોવાની લાગણી,
ને હરપળ ઈશ્વર પાસે તારી જ માંગણી...
પ્રેમ એટલે
રોજ એકલા ઉભા રહી અરીસા માં મારી સાથે તને જોવી...
પ્રેમ એટલે
તુજ વિશે લખતા,મારુ ક્યાંક ખોવાઈ જવું...
પ્રેમ એટલે
હજારો ની વચ્ચે તને શોધવી...
પ્રેમ એટલે
ઘાવ તને લાગે અને પીડા મને થવી...
પ્રેમ એટલે
એનું નામ સાંભળતા મગજ નું હેંગ થઇ જવું...
પ્રેમ એટલે
ઝરમર વરસાદ માં તારા સાથ ની ઈચ્છા...
પ્રેમ એટલે
દિલ ની આગ નું આંખમાંથી પાણી બની નીકળવું...
પ્રેમ એટલે
પ્રેમ ની વ્યાખ્યા કરતા તારું નામ લખાઈ જવું...
પ્રેમ એટલે એવો સમુદ્ર
જેમાં ડૂબનાર આ ભવસાગરમાં તરી જાય છે...
પ્રેમ એટલે
તને મળવા માટે,ઝડપ થી કામ પૂરું કરવાની ઉતાવળ...
પ્રેમ એટલે
અધખુલ્લી બારી માંથી તારું મને જોવું...
પ્રેમ એટલે
તારું નામ લખતા આખા દિવસ નો થાક ઉતરી જવો...
પ્રેમ એટલે
કોઈની યાદ માં રાતે ઝબકી ને જાગી જવું...
પ્રેમ એટલે
રોજ તારું આમ પાછું વળી ને મને જોવું...
પ્રેમ એટલે
મૃગજળ માં ડૂબવાની કલા...
અઢી અક્ષરો માં લાગણીઓનો મહાસાગર એ પ્રેમ...
પ્રેમ એટલે
તે સ્પર્શેલી વસ્તુ ને મેં કરેલો વહાલ...
પ્રેમ એટલે
આખો દિવસ તારા મેસેજ ની રાહ જોવી...
પ્રેમ એટલે....
.
.
. . . . . . બસ પ્રેમ . .