ઉલાળે તો છે રોજ જીંદગી;
છતાંય તો છે મોજ જીંદગી;
સુખ દુઃખમાં સાથ દે એવા,
મિત્રોની તો છે ફોજ જીંદગી;
યાર દોસ્તાર વિના એવું લાગે,
જીવનની હજુ શોધ જીંદગી;
દોસ્તાર જ્યારે હોય સંગાથે,
તો લાગે રોજે રોજ જીંદગી;
ના હોય કોઇ મિત્ર જીવનમાં,
તો જીવતેજીવત મોત જીંદગી;
મુશ્કેલીમાં જો કામ આવીએ,
સાર્થક થાય છે તો જ જીંદગી;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)