જેરામદાસ બાપુની વાણી
✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻
ભજન તાલ ચલતી
🦋🦋🦋🦋🦋🦋
સંસાર સ્વાર્થ નો છે સગો,
તમે રામ ભજન મેં લગો,
કાચી છે કાયાને મીથ્યા છે માયા તાપ તપે માથે તગો,
ટેક,
વણસતા તેને વાર નહીં લાગે માટે ભજી લ્યો ને ભગો,
સગાં સંબંધને નાત કુટુંબમાં ધનનો કર્યો ઢગો, સંસાર સ્વાર્થ,
કૂડ કપટથી ભેગું કર્યું એ જાણે છે બધું જગો,
સ્વાર્થમાં સૌ સાથે રહેશે દુઃખ માં દેશે દગો, સંસાર સ્વાર્થ,
કર્યા કર્મ તારે ભોગવવા પડશે ત્યાં નહીં ચાલે વગો,
ઉંધે માથે અટવાણો ત્યારે રાંક થઈને રગ રગો,
સંસાર સ્વાર્થ,
બહાર આવીને બદલાઈ બેઠો બોલ બોલીને ફગો,
કાળા મટીને ધોળા આવ્યાં તોય વિષય માં વળગો,
સંસાર સ્વાર્થ,
દાસ જેરામ ને ગુરુ અમર મળ્યા સમજ સમજ તું હવે નથી નાનો ગગો,
સંસાર સ્વાર્થ નો છે સગો,
🌵🍒🌵🍒🌵🍒
સત્ ગુરુ દેવ કી જય
🙏🙏🧎🏻🧎🏻🙏🙏