ગંગાસતી ની વાણી...૧૫
🌴🌴🌴🌴🌴🌴🌴
માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ !
હવે આવી ચુક્યો પિયાલો
કે'વુ હતું તે કહી દીધું પાનબાઈ !
હવે રે'ણી પાળવા હેતેથી હાલો
માણવો...
ભાઈ રે !
રે'ણી થકી જોને રામ રીઝે પાનબાઈ !
રે'ણી થકી રોમેરોમ ભીંજાઈ
રે'ણી થકી રસ શરીરમાં પરવરે
રે'ણી થકી ઉગારો જોને થાય
માણવો...
ભાઈ રે !
રે'ણી થકી ગુરુજી સાનમાં સમજાવે
રે'ણી થકી અમર જોને થવાય
રે'ણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ
રે'ણી થકી પાર પોગી જોને જવાય
માણવો...
ભાઈ રે !
રે'ણી તે સરવ થી મોટી પાનબાઈ
રે'ણી થી મરજીવા બની જોને જાય
ગંગા રે સતિ એમ બોલિયાં રે
રે'ણી પાળયે થી આનંદ વરતાય
માણવો..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻