🙏ત્રિકમ સાહેબની સાખીઓ🙏
..............................................
ધારે તેંને ઢૂકડા,
દલહીણાથી દૂર,
જે સંતન કી નિંદા કરે,
જાસે પાણીને પૂર.
ધારે તેંને ઢૂકડા,
દલહીણાથી દૂર,
ખીમ સાહબ કા બાલકા,
ભાળ્યા'તા ભરપુર.
ધારે તેંને ઢૂકડા,
રાખે જે વિશ્વાસ,
ખીમ સાહબકા બાલકા,
બોલ્યા ત્રિકમદાસ,
બાના દેખી નમણા,
નહીં કે'ણી કા કામ,
તરવરમાં કાંટો ભયો,
છાયામાં સુંદર શ્યામ.
મધ્યમ હોકર ઉપર ચલે,
ઉત્તમ જીવકે પાસ,
વચન માને, સન્મુખ રેવે,
કહેવે ત્રિકમદાસ.
રામ લંક પર સંચર્યા ,
અઢાર પદમ દળ સાથ,
તેદી સૈન્ય માં છડીદાર
એમ બોલ્યા ત્રિકમદાસ..
..............................................
🙏મનોહર દાસના જય ગુરુદેવ🙏
..............................................