વાત આવીને ઉભી રહી પણ સુધી,
હું પહોંચી ના શકયો એક જણ સુધી.
હું પ્રથમ ખોવાય ગ્યો મારા મહીં,
હું મને મળી ના શક્યો ઘણી ક્ષણ સુધી.
જળ જીવન છે, ઝાડવાથી શ્વાસ છે,
ઝાંઝવાની પહોંચ માત્ર રણ સુધી.
એટલે જીવંત લાગે છે ધરા,
વ્યાપ ઈશનો છે હજું કણ કણ સુધી.
છૂટશે ત્યારેજ સુખને પામશે,
બાકી એ પીડાય છે વળગણ સુધી.
-અશોક વાવડીયા