ગંગાસતી ની વાણી...૯
🍃🍃🍃🍃🍃🍃🍃
ગુપ્ત રસ આ તો જાણી લેજો પાનબાઈ
જેથી જાણવું રહે નહીં કાંઈ
ઓધ રે આનંદના કાયમ રહે ને
સેજે સેજે સંશય બધા મટી જાય
ગુપ્ત...
ભાઈરે
શૂરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ
માયેલું મન ફરી ઉભું ન થાય
કેવલ ભક્તિને તમે એમ પામો પાનબાઈ
જેથી જન્મ મરણ મટી જાય
ગુપ્ત...
પ્રપંચના તોડી નાખો પડળ પાનબાઈ
તો તો પચરંગી પાર જણાય
જદારથ પદને જાણ્યા પછી પાનબાઈ
ભાવ કભાવ મનમાં નહિ થાય
ગુપ્ત...
ભાઈરે
મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ
ભજન કરો ભરપુર
ગંગાસતી રે એમ બોલિયારે
વરસાવો નિર્મળ નૂર
ગુપ્ત..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻