સ્મરણ જેવું લાગે,ત્યાં જણ લાગે,
ક્દાચિત ત્યાં જો ,કોઈ પણ લાગે,
અકળ છે જ મન, શૂન્ય માફક જો,
ત્યાં ખાલીપણા માં , ઈધણ લાગે.
છુટે ધર્મ તૂટે જ્યાં, શ્વાસો પણ,
ત્યાં મૃગજળ અપેક્ષિત મરણ લાગે.
નથી અંત તૃષ્ણાનો , દુનિયા માં
ત્યાં મન હેમ જેવું , હરણ લાગે
મફત છે જ્યાં , આનંદ સહજે જો,
ત્યાં તો ત્યાગ કરવો , કઠણ લાગે.
-મોહનભાઈ આનંદ