વાગી એક ધૂન અને સરવા થયાં કાન,
દોડ્યું ગૌ ધન, અને થયું ઘેલું ગામ,
ભાન ભૂલી ગોપીઓ અને બળ્યું ઘરનું ધાન.
દોટ મૂકી સહુ કોઈએ ન જોયું આસપાસ.
પહોંચ્યા સૌ ત્યાં હતો કાનુડો બેઠો જયાં.
બંધ આંખે રેલાતા એ સુર,
વાંસળી પણ જાણે ભૂલી ભાન.
સૌ કોઈ ખોવાયા, ભૂલ્યા ભાન,
જ્યારે જ્યારે રેલાતું એ પ્રેમ સંગીત,
હાથમાં રહેલી વાંસળીમાં કાનુડાની
આંગળી અને ફૂંકથી.
જય શ્રીકૃષ્ણ🙏
- સ્નેહલ જાની