અમર બીજ જો હાથ આવ્યું.
રુદયે મૂલ એનું રાખજો.
આ ગતી જાણે કોઈ સંત સાચા.
બ્રહ્મ વાચા એના દેવતા દર્શન કરે.
કઠણ છે આ વાટ વસમી.
અજર જરણા કેમ જરે.
મરજીવા કોઈ સાધ સંત પાવે.
એ ચોટ ધણીની બહુ સહે.
અમર બીજ માંડ હાથ આવે.
વિરલા ભૂલ્યા નહી ફરે.
અમર ફળ આશમાન પાકે.
એની વિધ્ધી કોઈ વિરલા કળે.
ધારણા ધરે કોઈ ધરમની.
એને મન વંચિત ફળ મળે.
પાંચ તત્વ પ્રકાશ ઉપર.
ત્રીવેણી જાઈ પૂજા ચડે.
એ જોગીનું અમર આશન.
એ અલખ મહેલે જઈ મળે.
વાણી વિના પુરુષ બોલે.
ધીરજ મોટી ધાર છે.
ચોદ લોકમાં છાયા એની.
એનો અજન્મો અવતાર છે.
ભેદુ વિરલા જ્ઞાન ગુરુગમ.
ધ્યાન તપસ્યા સાર છે