દુ:ખના ઢગલામાંથી, સુખને ચાળી લઇશું
સાથે હોઇશું તો, સઘળું સંભાળી લઇશું”
ચિંતાના વાદળ તો આજે સઘળે ફેલાયા,
પાંપણના પડદા પણ થોડા ભીંજાયા,
ચલ થોડી જૂની યાદો પંપાળી લઇશું,
સાથે હોઇશું તો સઘળું સંભાળી લઇશું”
“ફૂલની માફક ખીલી જવાનું,
ખુદ્દારીથી ય જીવી જવાનું!
ધીરે ધીરે -છતાં મક્કમતાથી,
જીવન જીવતાં શીખી જવાનું!
દિલ ઇન્કાર કરે જે કરવાનું,
ત્યાંથી પાછા વળી જવાનું!
સત્કર્મો તેમજ સંસ્કારોથી,
ક્યાંક કોઇને ગમી જવાનું !
બીજાને અડચણ લાગે તો,
તુર્તજ ત્યાથી હટી જવાનું !
નિત્ય મળે ના સમથળ રસ્તો,
ઢાળ ઉપર ચઢી જવાનું!
ઊગવાનું ન ભૂલવું સવારે,
સાંજ પડે તો ઢળી જવાનું !
જીવન રંગીન, કૂણું વસ્ત્ર છે,
ફાટે ત્યાંથી જ સીવી લેવાનું !,
શુભ-લાભ મારી ભીતર,
ૐ મારા બ્રહ્મ મહી,
શ્રી પણ મારા હૈયે,
સાથિયો મારા હૃદયમાં,
રંગોળી મારા મનમંદિરમાં !
કારણ પણ એ જ છે કે,
હું જે છું એ અત્યાર સુધીમાં
મને મળેલા વિવિધ માણસોનો સરવાળો છું!”
........... અજ્ઞાત
નોંધ:-‘ગુજરાત ટાઇમ્સ સપ્તક પૂર્તિ ‘માંથી સાભાર,
શ્રી નિલેશ ધોળકિયાના લેખ “સાંપ્રત બિનસાંપ્રત” માંથી🙏