રોજ સપના વાવું છું, બીજું શું કહું,
બીજ અપના લાવું છું,બીજું શું કહું,
ખેડ ખાતર પાણી, ને સઘળું કરું છું
ફલિત ઘટના માગું છું, બીજું શું કહું,
ઝંખના હોવાથી, ઝરમર ઝીણું વરસુ
ત્યાંર હક માં જાગું છું, બીજું શું કહું,
હાથ માથે દઈને, બેસવું ક્યાં પાલવે,
રોજ હું જો ભાગુ છું, બીજું શું કહું,
છે જ ક્યાં હકીકત, સરકે છે ઓળા,
હું'ય આનંદી લાગું છું, બીજું શું કહું.
-મોહનભાઈ આનંદ