" તને અર્પણ "
સાકિ આ સુરાલય ની ઈજ્જત ના જાય જોજે,
પિતા તો પી ગયો છું , હવે પરિણામ તને અર્પણ.
ભૂડા ને ભલા ની સી ભાંજગડ ઓં જમાના તને,
બસ રાવણ હું સંગ્રહ છું ,જા તને રામ અર્પણ કરું.
ઝાઝા દુઃખ સુખ ઓછાં છે આ સંસાર ની તાસીર,
દુઃખ સર્વે હું સંગ્રહીત કરું,જા સર્વે સુખ તને અર્પણ.
દોસ્તો મિત્રો ને દુરાગ્રહી દુશ્મનો છે જગ કેરી ગાગર મા,
રાખું પાસ હું સર્વે દુશ્મનો, દોસ્તો મિત્રો જા તને અર્પણ.
✍️ મનિષ કુમાર "મિત્ર" 🙏