સત ગુરુ ભીમ સાહેબ રચીત
ચોપાઈ...
.......................................
ગુરૂ ગોવિંદ સંત એક સહી.
સતગુરુ વ્યાપક સકલ મહિ...
સત ગુરૂએ રચિયા સકલ વેરાટ.
ગુરૂ હે ઘટમાં ઘાટમાં અઘાટ...
અઘાટ સતગુરૂ આપમાં સોઈ.
સેજ સુનમા રહીયા હે સમાઈ...
નામ રૂપ સતગૂરૂ કો નાઈ.
જાત ભાત કુળ કછુ ન કાય...
રૂપ રેખ નહી વરણ વેવારા.
હે સત ગુરુ બાવન થી બારા...
અધર રહે ગુરુ નિરાધારા
સોઈ હે સતગુરુ બોલણ હારા...
કરમ ધરમ નહી કાળ કલેશા.
હે સત ગુરુ કા એસા દેશા...
હાણ વરધ નહી જીતને હર.
વેદ વેખરી નહી વાણી વિસ્તાર...
અકળ સત ગુરુ સો કળીયા ન જાવે...
ગુરૂ ગમ સો ગુરૂસે પાવે.
સત ગુરુ શાન બતાવે સોઈ.
આવા ગવન મટે દોઈ...
..........................................
સાખી...
શાન બતાવે સતગુરુ.
મટે આવા ગવન.
ભવન પર ભગત ભગવાન વશે.
જ્યાં નહી મન કે પવન.
સાખી...
ભીમદાસ કહે ગુરુને ભેટતા
મટી જાય આવા ગવન.
જીયાથી ઉપજીયા ત્યાં જઈ સમે.
પડે પૂરવ ઘર પિછાન.
..........................................