લગ્ન તિથિ એ હર્ષા ને સમર્પિત :
_______________________
આંખો માં હતી મસ્તી એટલી કે સમંદર માપવાની જરૂર ના પડી,
હોંઠો પર હતી મુસ્કાન એવી કે ખીલેલા ફૂલો ની જરૂર ના રહી.
ઘા વાગ્યા પછી પણ ફળ આપ્યા અેવા કે વૃક્ષ - વાડી ની જરૂર ના રહી,
સુવાસ હતી એવી કે ઉપવન અને બાગો ની જરૂર ના પડી.
હ્રુદય હતું વિશાળ એટલું કે રહેવા મહેલ - બંગલા ની જરૂર ના પડી,
શીતળતા એવી કે પરોઢ ની ઝાંકળ પણ ઝાંખી પડી.
પ્રભુ શંખેશ્વર ને પુજવા ,અંતિમ સમયે લાઈન માં ઊભા રહેવા ની જરૂર ના પડી,
ભાવ યાત્રા કરી એવી કે શત્રુંજય ચઢવા ની જરૂર ના પડી.
જગત આખું ત્યાગી ચાલી ગઈ, દીક્ષા લેવા ની જરૂર ના પડી,
છતાં સમયે સમયે, ડગલે ને પગલે
' કવિરાજ ' ને સદા તારી જરૂરત રહી.