બેશક ચૂમી , લીધાં ચરણ ,
મોહક છે મન, કીધા શરણ.
શબ્દો તણો, શૃંગાર ત્યાં,
ધારીને જો, હદયે ધરણ.
ભાગી જશે, ભુક્કો થઈ,
તૃષ્ણાનું ત્યાં , જોને મરણ.
દિલદાર રોશન,દિલ કરે ત્યાં,
ઝગમગ ત્યાં છે,જ્યોતિ કરણ.
નિશ્ચલ કરો , મન મનોલય ,
આનંદ જો, છે અવતરણ.
-મોહનભાઈ આનંદ