એક નવો આયામ, જીવન ને આપી દે,
પ્રેમ સ્વરૂપ નું કામ ,જીવન ને આપી દે,
તૂટી જાય ભેદભાવ ની , દિવાલો બધી,
શ્વાસ માં એક નામ, જીવન ને આપી દે,
મળી જાય અંદાજ , રંગ મિજાજ માં,
મનને પકડી એક ઠામ ,જીવન ને આપી દે,
હસરત ના બારણાં , જરાક બંધ કરી ને,
ઈત્મિનાન અંદર રામ, જીવન ને આપી દે,
રંગો આલમ ની દુનિયા મટી જાય સાચે,
આનંદ ભીતર આરામ,જીવન ને આપી દે,
-મોહનભાઈ આનંદ