Gujarati Quote in Blog by Ansh Rathore

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાડકાનું માળખું

આવું એ પોલું માળખું પોતાની અંદર છુપાઈ રહેલા શ્વાસનો પરિચય ચાર પાંચ વાર કરાવી ગયું. એ તો મૂંગા દુ:ખની ગૌરવભરી મૂર્તિ હતો. એણે કોઈ દિવસ પોતાના સંતાપની વાતો કરી નથી. એક વાર એનાં કુટુંબીજનો વિષે પૂછતાં જવાબ મળેલો કે ‘ઘણાંય હતાં બાપા ! પણ આજ હું વિના કોઈ ન મળે. આ હાથે તો બાપા ! મેં તેર તેર મડદાં બાળ્યાં છે.’

વધુ પ્રશ્ન કરવાની હિંમત નહોતી. દુઃખોનાં કૂંડાં ને કૂંડાં (કટોરા નહિ-કૂંડાં) પી જઈને પાલરવ કવિતાના ઓડકાર કાઢતો હતો એટલું જ યાદ છે. દૂબળડે હાથે નાનકડી સૂડી ઉલાળતો ઉલાળતો લહેકાદાર વાતો કરતો એનું ચિત્ર હજુયે દિલ પર અણીશુદ્ધ છે. અરે મારી કને આવેલી એકાદ વાર્તા વિષે એને પૂછતાં એણે જે બે-ત્રણ નવાં વાક્યોની નકસી કરી આપી તે પણ મારી વાર્તામાં મેં ગઠવી દીધી છે. રસધાર ભા. ૪ માં ‘અણનમ માથાં’ની વાર્તા છે. અગિયાર મિત્રો પોતાના ગામ–ગૌરવ માટે પ્લેમ્લેચ્છોની મોટી ફોજ સામે લડતાં લડતાં, શાહી સૈન્યની બંદૂક–ગોળીઓ વડે વિંધાઈને કેવા બની ગયા છે ? — ‘નવરાતના ગરબા જેવા !’ એ ઉપમા પાલરવે પૂરી પાડેલ. બારમો તેજરવ, ગામતરે ગયેલ ત્યાંથી મોડો આવ્યો અને અગિયારે ભાઈબંધોની ચિતામાં ઝંપલાવવા દોડ્યો. માણસોએ એને રોક્યો ત્યારે ​એણે શો જવાબ દીધો? બારેએ સાથે જ જીવવા-મરવાનાં લીધેલ વ્રતને યાદ આપીને એણે માણસોને કહ્યું કે, ‘એ ભાઈ ! તે દિ’ છોડીયું છબે નો’તી રમી, પણ મરદુએ મોતનાં કાંડા બાંધ્યાંતાં?’ એ પાલરવનો વાક્ય-પ્રયોગ.

પાંચેક વર્ષથી ડોકાયા નથી. હવે તો આશા પણ નથી. છેલ્લા મેળાપને ટાણે જ શ્વાસ કેવળ છાતીને વળગી રહ્યો હતો. 3/3

Gujarati Blog by Ansh Rathore : 111637977
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now