Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હીરદાસ ની વાણી
✍️✍️✍️✍️✍️✍️
અખંડ ના અવિનાશી પ્રગટ્યા જીવણદાસી સેવક સમરે બાપા ઘોઘાવદર ના વાસી,

એ બાપા તમે છો અવતારી ઓલીયા તમે ભરી દો સાધુની ઝોળીયા રૂડી આંબલીયા ની છાય નીચે બેઠા જીવણરાય ત્યાં તો મોરલા કરે મલાર,
અખંડ અવિનાશી,

તમારી આરતી અખંડ અપાર છે ત્યાં ઝાલર નો ઝણકાર છે એવાં મંદિરીયાની માય ત્યાં તો બેઠા જીવણરાય ત્યાં તો ધોળી ધજા ફરકાય,
અખંડ અવિનાશી,

જીવણને કુંભાએ પુરીયાતા જેલમાં ભામ નોતી ભરી રે એને ભેદમાં શામળીયો બનીને આવ્યા જીવણના વેશ વાલે કોરી ધરી ભેટ, અખંડ અવિનાશી,

એ પાણી નોતું પરબની વાવમાં જીવણને ઉતારી દીધાતા એ વાવમાં પણ અલખને આરાધ સદગુરૂ રેજો મારી સાથ ત્યાં તો પ્રગટી ગંગા ધાર, અખંડ અવિનાશી,

સવંત ૧૮૮૧ની સાલમાં જીવણ સીધાવ્યા તા સ્વર્ગ ધામમાં કર અલખ ને આરાધ સદગુરૂ રેજો મારી સાથ દાસ હરિદાસ ગુણલા ગાય, અખંડ અવિનાશી,
🧎🏻🧎🏻🧎🏻🧎🏻🧎🏻🧎🏻
સદગુરૂ ચરણમાં વંદન
👏👏👣👣👏👏

Gujarati Religious by બાબા સત્સંગી : 111637086
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now