*રામના નામની હવે લેરું લાગી*
✍🏻 *મંદોદરી નાર*
⛳⛳⛳⛳⛳⛳⛳
રામના નામની હવે લેરું લાગી
સીતાજીના રામની હવે લેરું લાગી
વનરા તે વનમાં રામે મઢુંલી બનાવી રે હાં હાં હાં
એમાં લખ રે આવે ને લખ જાય રે હાં હાં હાં
જોગીડા ના વેશે રાજા રાવણ આવ્યો રે
ભિક્ષા દિયો ને મોરી માત રે
રામના...
થાળ રે ભરીને સીતા વનફળ લાવ્યા રે હાં હાં હાં
આડી છે રામની દુહાઈ રે હાં હાં હાં
બાવડું પકડી ને માને ખંભે બેસાડ્યા ને
લઈ ગયો લંકા મોજાર રે
રામના...
કયો તો ઘડાવું સીતા સોનાની અંગૂઠી રે હાં હાં હાં
કયો તો ઘડાવું નવસરો હાર રે હાં હાં હાં
કયો તો ઘડાવું તારો સોના કેરો ચુડલોને
મેલી દયો રામનું નામ રે
રામના...
અગનમાં જલાવું તારી સોનાની અંગૂઠી રે હાં હાં હાં
તોડું તોડું રે નવસરો હાર રે હા હાં હાં
પથ્થરે પછાડું તારો હેમનો રે ચુડલો રે
વ્હાલું છે રામનું નામ
રામના....
ગિયું ગિયું રાજ અને આયવો રે રંડાપો રે હાં હાં હાં
માર્યો એજી લંકા કેરો ભૂપ રે હાં હાં હાં.
રાવણ ને મારી ને રામ અયોધ્યા પધાર્યા રે
એવું બોલ્યા મંદોદરી નાર
રામના...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻