નવાં વર્ષનાં વધામણાં,
કોરોનાને નાથવા ત્વરિત,
થયા વેકસીનના મંડાણ,
પગનું થયું ધરતી પર જોડાણ,
હવામાંથી પટક્યો પોબાર,
પોઝિટિવ બોલતા ગભરાય,
નેગેટિવ હવે વ્હાલો બન્યો,
પહેલાં સેન્ચુરી મારતા,
દોર આવ્યો પચાસનો
ટવેંટી પછી અનિશ્ચિત હવે,
ગેરેન્ટી જિંદગીની રહી ક્યાં ?
ટવેંટી ટવેંટી એ માઝા મૂકી,
ભયનાં ઓથારમાં ગયું,
મિલન થતું રહી ગયું,
સ્પર્શનો સહેવાસ ગયો,
દૂરથી ઝીલી લાગણીઓ,
ફ્લાઇંગ કિસની ડિમાન્ડ,
દૂરથી જાદુની ઝપ્પી,
આત્મજન ન આવ્યા કામ,
કમરામાં સુખ દુઃખ માણ્યું,
આંસુ ને હાસ્યની મહેફિલ માણી,
માનવ વગરની મહેફિલ સમજાઈ,
સાથમાં હોય મોબાઈલ,
એકલતાનો પર્યાય બન્યો,
વિડીઓ કોલથી સંપર્ક રાખે,
નજરોતો સ્ક્રીન પર હસે,
અવાઝથી મીઠું દર્દ ગાયબ,
હવા ઉજાસ પણ શું કરે ?
નવા વર્ષમાં છે ઉમ્મીદ,
કૃપા થશે કોરોનાની ઘણી,
વેકસીન આપશે માત,
ખુશાલી બનશે જવાબ,
નવા વર્ષનું સ્વાગત સ્વીકાર.
""અમી""