પુરાણ અનુસાર જયારે સમુદ્ર મંથન થયું તેમાં થી ” ઉચ્ચેશ્વવા ” નામનો પહેલો અશ્ર્વ તેમાથી નિકળેલ ..!!
આ અશ્ર્વ માંથી બીજા અશ્ર્વો ની ઉત્પતિ થયેલી આ અશ્ર્વો પાંખુ વાળા હતાં અને ઉડી શક્તા, પ્રાચીન કાળ માં આ અશ્ર્વો ચારે દિશામાં પરીભ્રમણ કરતાં હતાં, આ બળ સંપન્ન અને પાણીયારા અશ્ર્વો ને જોઇ ને ઇન્દ્રદેવ નજીક માં નિવાસ કરતાં શાલીહોત્ર મૂની પાસે જાય છે, અને નિવેદન કરે છે કે ” હે ભગવાન ” દ્વિજ શ્રેષ્ઠ તમારા માટે આ ત્રીભોવન માં કાંઈ અપ્રાપ્ત નથી તમે આ અશ્વ ની પાંખો કાપી નાખો ..!
આ અશ્ર્વો કાયમ યુદ્ધ કાળ વખતે દાનવો ના રથને ખેંચે છે, જે સારા હાથી માટે પણ અશકય છે ..!
શાલીહોત્ર મૂની એ ઇન્દ્ર દેવ ની વાત માની ને “ઇષીકાસ્ત્ર” થી બધા અશ્વોની પાંખો કાપી નાખે છે, કપાઇ ગયેલ પાંખો વાળા અશ્વો લોહી થી પલળેલાં અને દુ:ખી થઈ ને શાલીહોત્ર મૂની ના શરણ માં આવે છે ..!!
અને કહે છે કે “હે ભગવાન” તમે અમારી આ દશા કેમ કરી ..? સજ્જન વ્યક્તિ નિર્દોષ સાથે આવો વ્યવહાર નથી કરતાં “હે મૂની શ્રેષ્ઠ” તમે અમને ગતી આપો અમને સુખી કરો એવી અમારી પ્રાર્થના છે ..!!
શાલીહોત્ર મૂની કરૂણાં થી દ્રવિત થઇ ને દુ:ખી અશ્ર્વો ને કહે છે કે ઇન્દ્ર દેવ ના કહેવાથી મેં આ પીડાદાયક કર્મ કર્યું છે, હવે હું એવું કાર્ય કરીશ જેનાથી આપ સુખ , દેહ માં પુષ્ટિ અને ત્રીલોક માં ગૌરવ મલશે..!!
તમે સુર્ય, ઇન્દ્ર, ઇત્યાદિ દેવતા અને રાજા ના વાહન તરીકે સુશોભિત થશો, જે રાજા તમને ધાસ, પાણી , અને બીજી સુવિધા થી પુષ્ટ રાખશે તે રાજા અજય રહેશે, કમલનેત્ર વાળી ભૂલક્ષ્મી તેનો કયારેય ત્યાગ નહીં કરે પછી ભલે ને તે શત્રુઓ થી ઘેરાયેલ હોય…!!
એમાં કોઇ શંકા નથી હવે હું અશ્ર્વો ની પુષ્ટિ, રોગ,ની શાંન્તિ માટે અને મનુષ્ય ના હિત માટે અશ્વ ની પરમ ચીકિત્સા પ્રગટ કરીશ ..!!
મારો આદેશ છે કે તમે બધા અશ્ર્વો પોતાની રૂચી પ્રમાણે સ્વર્ગલોક , ભૂલોક, અને પાતાળલોક તરફ પ્રસ્થાન કરો , જેનાથી તમને પરમ શાંન્તિ થાય ..!!
તે સમય થી આ ભૂલોક પર અશ્વો ફરે છે ..!!
•☆•પછી શાલીહોત્ર મૂની એ 18000 શ્ર્લોક વાળા અશ્વશાસ્ત્ર ની રચના કરી , અને શાલીહોત્ર મૂની ના પ્રભાવથી ઉત્પન્ન અશ્ર્વ ની ચીકિત્સા વિજ્ઞાન આ લોક માં પ્રકાશીત છે
(અશ્વશાસ્ત્ર અધ્યાય -2- 1/17 )