દિલ ખોલીને કિતાબ ખોલી લીધી,
પ્રેમ મહોબતની ઈબાદત કરી લીધી.
ધ્રુવ તારા પાસે ખુશહાલી કરી લીધી,
જોજનદુરથી સ્નેહ સરિતા ભરી લીધી.
આકાશે ઉડીને ચંચળ મન તારી પાસે આવે,
ગદાધારીને પૂનમ ચાંદની વાત કરી લીધી.
વસંતની લીલી વનરાઈ અડાબીડ ખીલી છે,
પોપટી ભાષામાં આંબે મોરની વાત કરી લીધી.
હૃદયસ્થ તારું સુમિરન નિત્ય નિરંતર રાખીશ,
અઝીઝે કવિતામાં મનમીતની યાદ કરી લીધી.
ભાટી એન અઝીઝ
28/12/20