સુંદરતા એટલે જેમાં સરળતા વ્યાપેલી છે
સુંદરતા એટલે જેમાં નિર્દોષતા પ્રસરેલી છે
સુંદરતા એટલે જેમાં અપનાવવાની શક્તિ છે
સુંદરતા એટલે જેમાં સ્વીકારવા ની તાકાત છે
સુંદરતા એટલે જેમાં આંતરીક ભાવદ્રષ્ટિ છે
સુંદરતા એટલે જેમાં કુરુપતાથી સુરુપતા શોધે છે
સુંદરતા એટલે જેમાં અણગમાને પણ ગમાથી જુએ છે
સુંદરતા એટલે જેમાં જતું કરવાના ભાવને અગ્રીમતા આપે છે
સુંદરતા એટલે જેમાં લાવા જલે છે પણ વાણીમાં પ્રેમરસ જરે છે
-Shree...Ripal Vyas