ના કહું માને નહીં ને હા કહું તો ભાગે,
આંખ મટકું એ કરે ને હું કરું તો વાગે !
પહેલું, તો એ ચૂપ રહે, પણ હું કહું તો તાકે,
કંઈ જુદું મારી નજરમાં હું તકું તો લાગે !
બીજું, ચાલે જાય ઝડપે, હાથ નહિ એ ઝાલે,
ને વળી નખશિખ મને ધીરી પડું તો તાગે !
ત્રીજું તો હું શું હવે કહું, કાળજી બહુ રાખે,
પણ ખુલાસાઓ નકામા, હું લડું તો માગે !
તોય એનું સ્મિત મોહક, એવું જંતર સાધે,
રૌદ્રમાંથી સૌમ્ય ભાવો હું લળું તો જાગે...
અમિરામ..🌺