ભેટ જો મળે પ્રેમથી,
નથી જોવાતા દામ,
વસ્તુમાં હોય લાગણી,
તો અમૂલ્ય બને ભેટ.
વસ્તુના હોય તો ચાલે,
હાજરી બની જાય ખુશી,
માહોલ આનંદિત થાય,
પ્રસંગ ઉજવાય હરખથી.
ઇશે આપી છે સૌને ભેટ,
એને ગોડ ગિફ્ટ કહેવાય,
કેળવીને કરો કમાલ,
વાહ વાહ બને જિંદગીમાં.
જિંદગી એક અમૂલ્ય ભેટ,
કર્મ થકી ચકચકિત કરીએ,
અજવાળાં પાથરીએ મનનાં
ખુશ્બૂ બની મહેકીએ સૌના દિલમાં.
""અમી""