જિંદગી ની દરેક પળ માણવાં જેવી છે ઓ પ્યારી જિંદગી....
તું કોઈપણ ખૂણેથી ખૂબ ખુબસુરત છે મારી પ્યારી જિંદગી....
હસાવતી રડાવતી પજવતી ચીડવતી છતાં તું પ્યારી જિંદગી....
પાછું જોવ તો સ્મૃતિપટ ને સામે જોવ તો કલ્પનાપટ છે પ્યારી જિંદગી...
ક્યારેક રૌદ્ર સૌમ્ય નટખટ શાંત ખટ્ટી મીઠી છે પ્યારી જિંદગી....
તું પ્યારથી ભરપૂર છલકતી મહેકતી ચહેકતી ખૂબ પ્યારી જિંદગી....
-Shree...Ripal Vyas