Gujarati Quote in Religious by Taran_Goswami

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પ્રભુ પાસે બેસો*


ના, જરૂરી નથી કે મંદિરમાં,
ઘરના જ કોઈ ખૂણે,
સોફા પર,
જગ્યા કોઈ પણ હોય,
પણ ત્યાં થોડી શાંતિ હોય.
ભગવાન સાથે તાદાત્મ્ય
કેળવવાની અનુકૂળતા હોય.
બસ તે જ તમારા માટે મંદિર .

*પ્રભુ પાસે બેસો;*
જેમ એક દીકરો પોતાની માં પાસે બેસે,
કોઈ માંગણી નહિ,
ફરિયાદ નહિ,
વાયદાઓ નહિ,
ઈચ્છાઓ નહિ,
અપેક્ષાઓ નહિ.

*પ્રભુ પાસે બેસો;*
તેમને પૂછો,
તમે ખુશ છો,
મારુ જીવન જોઈને ?
શું હું તમને ગમે તેવું જીવન જીવું છું ?
હોંશિયાર નહિ,
સહજ બનો.
ચતુર નહિ,
સરળ બનો.

*પ્રભુ પાસે બેસો.*
દિલ ખોલીને બેસો,
પોતાના દુર્ગુણો સમાજ પાસે ભલે છુપાવો,
પણ ભગવાન પાસે ના છુપાવો,
જેવા છો તેવો જ બનીને બેસો.

*પ્રભુ પાસે બેસો;*
રોવું આવે તો રડી લો,
હસવું આવે તો હસી લો,
કઈ ના સમજાય તો ચૂપ-ચાપ,
છાના-છપના બેસો,
પણ એકવાર ભગવાન પાસે બેસો.

આપણે મંદિરે જઈને,
તીર્થસ્થળે જઈને
પણ ક્યાં ભગવાન પાસે
બેસીએ છીએ ?
આપણે મંદિર અને તીર્થસ્થળે પણ
પતિ, પત્ની, ભાઈ, કાકા, કાકી,
ફૈબા, માસા કે મિત્ર પાસે જ
બેસીએ છીએ.
બહુ થયું હવે કોઈ નહિ, હવે,
*બસ પ્રભુ પાસે બેસો.*

ખુબ દોડ્યા,
હવે જરા અમથું થોભીએ.
ખુબ જોયું બહાર હવે
થોડું *ભીતર* ડોકિયું કરીએ.

જેને ચાર ધામોમાં શોધ્યા
તે તમારી ભીતર,
તમારી સાથે,
*તમારામાં * જ છે.

તમે જ તમારૂ મંદિર ને
તમે જ તમારા ભગવાન.
હવે થોડો સમય તમે તમારી સાથે બેસો,
*પ્રભુ પાસે બેસો.*

Gujarati Religious by Taran_Goswami : 111634550
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now