*શીર્ષક :-* સજન
*પ્રકાર :-*મૌલિક રચના
➖➖➖➖➖➖➖➖➖
વાતો તારી મનભાવન છે સજન
જિંદગી હવે તો સંવાદ સંવાદ છે.
સમજણને તારી સલામ છે સજન
કોઇ પળે ના હવે વિવાદ વિવાદ છે.
સંગાથ રુડો દેખાય છે હવે સજન
ચાલવાને ક્યાં હવે પ્રમાદ પ્રમાદ છે?
ગવાય ગીત જીવતરનું સંગે સજન
હર મહેફિલમાં પછી તો દાદ દાદ છે.
સદેહે હાજર થવાય છે પળમાં સજન
લાગણીભર્યો તારો કેવો! સાદ સાદ છે.
➖➖➖➖➖➖➖➖➖
"નીલ"