જેસામામાનો મૂકો અળવીતરો છે ભારી!
નાં પાડું તોયે રોજ સાથે રાખે છે કટારી!
એક દિ એ વાંઝયોનાં જાય કોઈને કોઈ જોડે બાધ્યા વગર!
મિત્ર મારો પાકો; ને નાતનો છે આયર!
બુદ્ધિ એનાં બાપની! ખબરનો પડે ક્યારે લગાડી દે ચિનગારી!
જેસામામાનો મૂકો અળવીતરો છે ભારી!
પાવડાં પાવડા જેવડી મૂછો રાખેને;આંખો એની રાતીચોળ!
પાંચ હાથ પૂરો માટીને;કાયા એની કદાવર ભૂગોળ!
કલેજાની જરાય કમી નઈ; ડાલામથો જો હાથમાં આવે તો આખે આખો નાંખે ચીરી!
જેસામામાનો મૂકો અળવીતરો છે ભારી!
માથે પહેરે મોટી આંટીયાળી પાઘડી!
ને,હાથમાં રાખે લાંબી કડિયારી લાકડી!
ગોળમટોળ એનાં ગાલોના ખંજન પર ભલ ભલી મોહિ જાય છે નારી!
જેસામામાનો મૂકો અળવીતરો છે ભારી !
નાં પાડું તોયે રોજ સાથે રાખે છે કટારી!
રાજશી બારિયા