પગમાં પાયલ બાંધી નાચવું છે,
ઝાકળનાં ઝાંઝર બાંધી નાચવું છે.
સુરતાલની સરિતામાં નાહવું છે,
કોમળ પગથી તથ્યા તથ્યા કરી નાચવું છે.
સંગીતની સુરાવલી મધુશાલામાં ખોલીશ,
ચકનાચૂર નશો કરી મારે નાચવું છે.
જીણી જીણી મોરલી મનમંદિરમાં બોલે,
આનંદનો અવસર ઉજવા મારે નાચવું છે.
દિલ આંગણે લાગણીનાં તોરણ બાંધ્યા છે,
અઝીઝની કવિતા વાંચી મારે નાચવું છે.
ભાટી એન અઝીઝ
27/12/20