Gujarati Quote in Poem by Dr. Brijesh Mungra

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સજાગ છું, સચેત છું, મનનો ઘણો સબળો છું, લાગણી થી વાત કરે કોઈ તો હદયનો થોડો નબળો છું.... (૧)
સુખ દુઃખ ની ભરમાર વચ્ચે સંબંધોનો હું સારથી છું,લંપટો ની વાત ના માનું, નિશ્ચલ હું દૃઢ નિર્ધારી છું....(૨)
મળો જો કોઈ પ્રેમથી રાહમાં, તો સમર્પિત રાહી છું, પ્રેમથી વશ થઈને ચાલું, એવો હું શાંત હમરાહી છું.... (૩)
કષ્ટ કેરા વમળો ની વચ્ચે ઊભો, નિપુણ તરવૈયો છું, દિશાહીન બને જો કોઈ, તો સાચો હું પથદર્શક છું.... (૪)
લાગણીઓની આપ લે માં, થોડો હું કાચો છું, જો કરે કોઈ દગો વિશ્વાસ જીતીને, ભયંકર આગની જવાળા છું.... (૫)
જો કરાવે પ્રેમની પ્રતિતી કોઈ, તો સાચો અટલ પ્રેમી છું, જોમ ભરું નવું હું સંકટે,સમર્થ કૃષ્ણ સમ વીતરાગી છું.... (૬)

-Dr. Brijesh Mungra

Gujarati Poem by Dr. Brijesh Mungra : 111634215
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now