Gujarati Quote in Motivational by Rajeshwari Deladia

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કામ. આપણે બધા જ દિવસ દરમિયાન અનેક પ્રકારના કામો કરીએ છીએ. કેટલાંક કામો એવા હોય છે જે આપણને ગમતા હોય છે .જ્યારે કેટલાંક કામો એવા હોય છે જે આપણને નથી ગમતા.કેટલીક વખત કેટલાંક કામો  એવા હોય છે જે આપણને ન ગમતા હોય તો પણ કરવા પડે છે.

કામ કોઈપણ હોય ,કામ કેવું પણ હોય પણ હંમેશા કોઇપણ કામની કદર કરવી જોઈએ.હંમેશા એક વાત યાદ રાખવી જોઈએ કે કોઈના પણ કાર્યની હંમેશા કદર કરતા શીખજો.અન્યનાં કામની કદર કરવાથી જ પોતાના કામની કદર થશે. જ્યારે પોતાના કામની કદર થશે તયારે જ પોતાને પોતાના કામ કર્યા નો સંતોષ અનુભવાશે.એવું આપણે અનુભવીએ છીએ.
પણ મિત્રો એવું નાં સમજતા લે અન્ય જો આપણા કામની કદર કરે તો જ આપણુ કામ સારુ.કામ કરવાથી પોતાના મનને મળેલો સંતોષ એ અન્યએ કરેલી કદર સમાન જ છે.

હંમેશા એક સિદ્ધાંત એ રાખજો કે બીજાના સારા કામની હંમેશા કદર કરવી.પોતાના કામની કદર થાય કે નાં થાય તેનાં કરતા પોતાના કામનો સંતોષ થાય તેને વધારે મહત્વ આપજો.

કામ વિશેની બીજી એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે કોઈપણ કામ નાનુ કે મોટુ નથી હોતુ.દરેક કામનું મહત્વ પોત પોતાની જગ્યા પર યોગ્ય જ હોય છે.એટલે ક્યારેય કોઈપણ કામ ને નાનુ મોટુ ન ગણવું.એક વાત તો આપણને દરેક ને યાદ જ છે કે સોઈનું કામ સોઈ જ કરે છે અને તલવારનું કામ તલવાર જ કરે છે.બંનેના કામનુ મહત્વ પોત પોતાની જગ્યાએ યોગ્ય જ હોય છે.

એક તો હંમેશા યાદ રાખો મિત્રો કે કોઈ નાં પણ કામની પ્રસંશા કરો કે નાં કરો પણ એના કામની કદર કરવાનું ક્યારેય ન ભૂલતા.

જેમ કે અત્યારની પરિસ્થિતિ ને જોતાં આપણા ડોક્ટરો,નર્સિંગ સ્ટાફ,પોલીસ કર્મચારી અને સફાઈ કર્મચારીના કામની પ્રસંશા નાં કરો તો કઈ નહીં પરંતું એમનાં કામની કદર કરવાનું નાં ચુકતા.

Rajeshwari Deladia

Gujarati Motivational by Rajeshwari Deladia : 111634082
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now