એક વાત કહું તને?
એક વાત કહું તને?
મળ્યા હતા એકત્રીસ વષૅ પહેલાં પ્રણય બાગમાં,
નજર થી નજર મળી હતી એકમેકની મહેરામણમાં...
એક વાત કહું તને?
તું નીચી નજરે શરમના શેરડે મલકતી ચહેરો છુપાવતી,
દૂર દૂર અજાણ્યા પણ પરિચિત ચહેરો શોધતી નજરો મારી ...
એક વાત કહું તને?
તારી એક અદા પર હું થયો ફીદા સદા,
બહાનું બનાવી નીકળતો એ રસ્તે સદા...
એક વાત કહું તને?
હરઘડી હરપલ તારી જ ધડકન બની હવાની લહેર,
આજલગી બન્યા આપણે બન્યા એકમેકના હમસફર...
એક વાત કહું તને?
વરસો વહી ગયા કે આયુનું આવરણ આવી ગયું,
દિલ હવે જાણે લીલાશ ખોઈ સૂકું પણૅ બની ગયું...
એક વાત કહું તને?
નાનું ઝરણું સરિતા બની સાગરમાં ભળી ગયું,
ભરતનું ડગમગતું આ જીવન સીધું 'સરલ' બની ગયું....
(સરલ)