આવ તો "ઇન્કાર" નથી,
ન આવે તો "ફરીયાદ" નથી
આ તો "મહેફીલ" છે 🤝
દોસ્તો ની
અને
"વિતેલા" દિવસો ની
"યાદ" છે.🤝
આવ તો તારી
"મોજથી" આવજે
કોઇ કંકુ ચોખા થી
"સ્વાગત"નહી કરે
પણ હૈયાના "હેતથી"
તને "તૂકારો" આપીને
તુ જેવો છો તેવો
"સ્વીકાર" જરૂર કરીશું
તુ આવશે તો "જરૂર"
થી "ગમશે"
તુ નહી આવે તો "યાદ"
જરૂર થી "આવશે"
"આ તો" મહેફીલ છે
દોસ્તો ની....
અને વિતેલા દિવસોની
યાદ છે.
તું આવ તો "એકલો"
આવજે
તારા "મોભાને" મુકીને
આવજે
કારણ કે આ
"મહેફીલ"તો તને
તુકારા થી
ઓળખનારા
"મીત્રોની" છે
એટલે જ કહુ છુ
"દોસ્ત"
તું "તુ" થઇને આવજે
આ તો "મહેફીલ" છે
દોસ્તોની
અને વિતેલા દિવસો
ની યાદ છે.
મળવાનુ "મન" થાય
તેવા તારા
આ તો "લંગોટીયા"
મીત્રો છે
તારી "વેદનામા" ભાગ
પડાવશે
અને
તારા સુખમા ઉમેરો
કરશે..
તેવા "મીત્રોને મળવા"
માટે
ગમે તેવુ "કામ છોડીને"
પણ આવવુ જરૂર થી
આ તો "મહેફીલ" છે
દોસ્તોની
અને વિતેલા દિવસો
ની યાદ છે..