પાલવની એ ભાત અલગ છે
ખૂંદો ખોળો હેત અલગ છે
ઓળખી ને છે ઓળખવાની
સઘળી અહીંયા જાત અલગ છે
સાંજે સૂરજ હળવો ચાલ્યો
ચાંદ ગયો એ રાત અલગ છે
દરિયો ઘૂઘવે શઢ પકડીને
મરજીવાની વાત અલગ છે
કોણ રમે ને કોણ રમાડે ?
જીત અલગ ને માત અલગ છે
કોના દા'ડા કાયમ સરખા?
દિવસો સાતે સાત અલગ છે
ભરત પ્રજાપતિ