હું બોલું છું
તો મારી જીભ સીવી દો
હું દોડું છું
તો પગ કાપો
હું લખું છું
તો ટેરવાં તોડી નાખો
હું ઊંડું છું
તો પાંખોને છિન્નભિન કરી દો
આ બધું જ કરો
કરવા જેવું બધુંજ
પણ
મારા નહિ બોલાયેલા શબ્દો
નહિ ચલાયેલાં ડગલાં
નહિ લખાયેલું સાહિત્ય
નહિ ઊડેલી ક્ષણો
આ બધાનું
તમે શું કરશો?
જે બધું મારે આધીન છે.!!
#અતીત