શબ્દોનો હોય વાર ધારદાર,
નકામી બનતી પછી તલવાર.
ઘાવ જો અંગત અંગત આપે,
કારગત નીવડે પછી સારવાર?
દોસ્ત! જીવી લેવાનું આજમાં,
કાલની કદીયે હોય ના સવાર.
ઓળખી ના શકાય માણસને,
હોય છે ચહેરે મહોરાં વારંવાર.
ટકી જવાની ઈચ્છા ઠરે નકામી,
જિંદગી તો છે ખાલી પળવાર.
"નીલ"