કદીક,
હાથમાં હાથ લઇ,દેતા લેતા તાલી
નજરો મળતી ને હૈયાં લેતાં ચોરી
એ મીઠી પળને આજેય મમળાવું
જોવું આજેય વાટ,ભલે હોય મોટીદૂરી
ક્યાંક દસ્તક પડે ને ખુલે એ દ્વાર
ડગ સાથે ન માંડતા પણ મન સંગાથે
ચાલે
થોડામાં ઘણું કહું તો દિલ વચાળે રાખું
એમ હૈયાની બખોલે ખીચોખીચ યાદ
ભરીને રાખું
ને હાથ લંબાવી જાણે મારો તારા હાથમાં પોરવી રાખું
"અલ્પા "