Gujarati Quote in Poem by Rupal Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ અને ઉપકાર માટે...
કેવી અદ્ભૂત રચના કરી છે મારા શરીરની...!!
૨૦૬ હાડકાઓ...કેટ-કેટલા સાંધાઓ...??
નહીં કોઈ સ્ક્રુ કે નહીં કોઈ નટ-બોલ્ટ...!!
સાવ છુટ્ટા..
છતાં જોડાયેલા જ રહે છે...
કઈ રીતે રહે છે...??કંઈ ખબર નથી પ્રભુ....
આખા શરીરને આ ચામડીનું કવર
કેવું ચડાવ્યું છે પ્રભુ....
કેટલું નાજુક..??છતાં કેવું સંરક્ષક પડ..!!
ટાઢ,તાપ,વરસાદમાં શરીરનું રક્ષા-કવચ...!!
વળી, કેવી અદ્ભૂત રચના છે ચામડીની...???
સાંધો નહીં...સિલાઈ નહીં...!! વળી,
શરીરનો જેમ જેમ વિકાસ
થાય તેમ તેમ આ ચામડીનું
કવર પણ મોટું થાય....
અને, શરીર દુબળુ થાય તો નાનું થઈ જાય...!!
કઈ રીતે થતું હશે આ....!!
કંઈ ખબર નથી...

ચામડી તો એની એ જ.. પણ,
ઠંડી, ગરમીની સંવેદના અલગ-અલગ...
કઈ રીતે થતું હશે આ...??
કંઈ ખબર નથી...
મને એક જ ખબર છે પ્રભુ, કે,
તારો મારા પર પ્રેમ છે...
કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ માટે....
દરેકે રોજ ભગવાન ને કરવા જેવી વિનંતી
હે પરમેશ્વર
_મને મારા ભાગ્ય મુજબ કણ આપજે,_
_હિંમતભેર ચાલી શકુ તેવા ચરણ આપજે,_
_હંમેશા કોઈનુ સારુ કરી શકુ તેવુ આચરણ આપજે,અને
_સદાય મુખપર સ્મિત ને હૈયે તારું સ્મરણ આપજે,_
_થાકી હારી જાઉં ત્યારે તારુ શરણ આપજે._🙏🏽

-Rupal Patel

Gujarati Poem by Rupal Patel : 111633533
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now