નાની સરખી વાત માં કેટલું લડે,
ઈચ જેટલું હંસે ને ફૂટ જેટલું રળે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.
બીજાનું સારું જોઈને દિલમાં બડે,
એને હેઠા પાડવા મનસૂબા ઘઢે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.
વાત સિંહની કરે ને કુતરા ડરે,
ગાયની રોટલી લઇ કૂતરાની ધરે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.
કપડા સુગંધીદાર ને વિચારો હળે,
ચાર આના ની પીવે ને રૂપિયાની ચડે,
સરવાડ એ માણસ બહુ મોંઘો પડે
✍️મનિષ કુમાર "મિત્ર" 🙏