ગુસ્સો અને હાસ્ય. બંને વિરોધાભાસ ધરાવતાં શબ્દો છે.ગુસ્સા ને કારણે પતન થાય છે. જ્યારે હાસ્ય ને કારણે ગતિ થાય છે.
પોતાની ઓળખ હંમેશા હેપ્પીમેન જેવી બનાવો.
એગ્રીમેન જેવી નહી.જો આપણી ઓળખ હેપ્પીમેન જેવી હશે તો રોજ સાંજે આપણી ઘરે આવવાની રાહ જોવાતી હશે અને જો આપણી ઓળખ એગ્રીમેન જેવી હશે તો રોજ સવારે આપણા જવાની રાહ જોવાશે.
જો તમે એગ્રીમેન બનશો ન તો પોતાની જાતને ગળે લગાડી શકશો નાં તો બીજાને પોતાના બનાવી શકશો.
જ્યારે હેપ્પીમેન બનવાથી ન ગમતી વ્યક્તિને પણ ગમવા લાગશો.
ગુસ્સો એ શરીરને માનસિક રીતે કોળી ખાય છે.
ગુસ્સાને કારણે અનેક માનસિક બિમારીનો ભોગ બનવું પડે છે અને આ માનસિક બીમારી આપણને આપણા પતન તરફ લઈ જાય છે.ગુસ્સાને કારણે આપણે પોતે આપણા ખભા પર માથું નાખી ને રડી પણ નથી શકતા એવી પરિસ્થિતિ આપણી સામે આવે છે.
જયારે હંમેશા હસવું અને હસાવવું એ સારા જીવનની નિશાની છે.
ગુસ્સાને કારણે વ્યક્તિએ ઘણુ બધુ ગુમાવવું પડે છે.પોતે બધાથી એકલી પડી જાય છે.
જ્યારે હાસ્ય માટે તો કહેવા છે કે laughing is the best medicine for health.હસવાથી શારિરીક અને માનસિક ઘણાં બધાં ફાયદાઓ થાય છે.જેમ કે
શારીરિક ફાયદા :
૧. તમારી યાદશક્તિ વધે છે.
૨. સ્ટ્રેસ હોર્મોન ઓછા કરે છે.
૩. શરીરના દુખાવા દૂર કરે છે.
૪. સ્નાયુઓ રીલેક્ષ (ઢીલા) કરે છે.
૫. હાર્ટ એટેક સામે રક્ષણ આપે છે.
૬. બી.પી. વધતું નથી.
માનસિક ફાયદા :
૧.જીવનમાં આનંદ અને ઉત્સાહ વધારે છે.
૨.ચિંતા અને ભય દૂર કરે છે.
૩.માનસિક તનાવ દૂર કરે છે.
૪.મૂડ સુધરે છે.
૫.તમારી સહનશક્તિ વધારે છે.
૬.ચિંતા-ક્ષોભ-હીણપતનો ભાવ બધું જતું રહે છે.
આવા અનેક ફાયદાઓ હસવાને કારણે થાય છે તો હંમેશા હસતા રહો અને હસાવતા રહો.
Rajeshwari Deladia