આપો એક હક મને,
તારા આંસુ વહે એ પેહલા
હું એનું કારણ જાણી શકુ.
ઉદાસી તને ઘેરી વળે,
એ પહેલા હું ખુશી બની
તને વીંટળાઈ શકું...
દુઃખ તારો રસ્તે વળે,
એ પહેલા સુખનો વિસામો
હું બની શકું...
અપાર લાગણીનો
સાગર છે તું...
હું તારો કિનારો બની,
તને જ ચાહી શકું....
દરેક સંબંધને વળી,
ક્યાં જરૂર હોય છે નામની. ..
બસ, એક હક ,
આપજે મને.....