ગીતા
ગીતા રોજ વાંચ મનવા
ના આવે આંચ મનવા
કૌરવ ખાય તમાંચ મનવા
જીતે પાંડવ પાંચ મનવા
હરે કૃષ્ણ હરે કૃષ્ણ એમ
બોલી બોલી નાંચ મનવા
મહેનતની કમાણી કર
છોડી દે તુ લાંચ મનવા
જેવું કરો એવું મળશે
'બેહદ' બોલે સાંચ મનવા
કવિ બેહદ રામપુરી
ગીતા જયંતિ સૌને
જય શ્રી કૃષ્ણ