શીર્ષક - વાંચજો
કૃષ્ણની ગીતા અને ઈસુની બાઈબલ વાંચજો.
ના ઉપરછલ્લું જ એનું ફક્ત ટાઇટલ વાંચજો.
છે અઢાર અધ્યાય એમાં, છે નવો જૂનો કરાર,
જિંદગી જીવવાની આખી એક સાઇકલ વાંચજો.
જિંદગીના સર્વ પ્રશ્નોના મળે એમાં જવાબ,
થાવું હો હાજરજવાબી, થઈને બિરબલ વાંચજો.
"માફ કરજો દુશ્મનોને" એ ઈસુ કહેતા ગયા,
કૃષ્ણ કે' "શત્રુને હણવા" ગીતા, હરપલ વાંચજો.
મનની મીણબત્તી જલાવો, "દીપ" દિલનો પણ હવે,
રોજ પારાયણ કરીને આખું સર્કલ વાંચજો.
"દીપ"