Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તો...તો...જાણું મનવા..!

નામ વગરનો નાતો લઈને જીવે તો તો જાણું મનવા,
ઘટકે ઘટકે ઉદાસી તું પીવે
તો તો જાણું મનવા !...

ભીતર જાગે પૂર્વજન્મ ને જાદૂ ફરકે રુંવે રુંવે,
અવઢવ ફરકે હોઠો વચ્ચે અટકળ વચ્ચે આંખોચૂવે
અંધારામાં ભાળે વગર દીવે તો તો જાણું મનવા,
ઘટકે ઘટકે ઉદાસી તું પીવે તો તો જાણું મનવા.....!

પંથક ઊભો ટોણાં મારે એની ક્યાં કંઈ રીસ ચડેલી ?
મૌન પણાંના ઉઝરડાની ભીતર જબરી ચીસ પડેલી.
ઝબકી જઈને મેળામાં પણ બીવે તો તો જાણું મનવા ...
ઘટકે ઘટકે ઉદાસી તું પીવે તો તો જાણું મનવા....!

નામ વગરનો નાતો ઊગે પ્રગટે વચ્ચે અંજળપાણી
ઈશ્વર તારી લીલા ન્યારી કોની દોરી ક્યાંથી તાણી ?
આવરદાને બખિયેબખિયે સીવે તો તો જાણું મનવા
ઘટકે ઘટકે ઉદાસી તું પીવે તો તો જાણું મનવા....!

@નૈષધ મકવાણા.

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111633180
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now