Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઇનાં દિલે અટકીને પાછો આવું છું,
ધડકનની ધારામાં ભમીને પાછો આવું છું.

કુદરતની કલા નિહાળી હું ખુશ થાવ છું,
નિત્ય નિરંતર પ્રભુને મળીને પાછો આવું છું.

સુરજમુખી પરિમલથી વસંત ખીલી છે,
લીલીછમ વનરાઈને અડીને પાછો આવું છું.

તનિક્ષ લાગણીઓ મારી તરફ આવે ત્યારે,
મહોબતની મંઝીલ ચણીને પાછો આવું છું.

ચાર આંખોમાં ઇતિહાસ ઢબૂરાઈને બેઠો છે,
અઝીઝ શબ્દ સરિતામાં નાહીને પાછો આવું છું.

ભાટી એન અઝીઝ
25/12/20

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111633165
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now