કોઈ પૂછો જઈને, એ માઁ ને;
શું વીતી હશે, એનાં હૃદય ઉપર!
ગુમાવી હશે જેણે, પોતાની વ્હાલસોયીને;
આવ્યાં પહેલાં જ, આ ધરતી ઉપર!
થાય છે ગર્ભપરિક્ષણ, ગેરકાનૂની હોવાં છતાં પણ;
મરાય છે એ કુમળી બાળને, મનાઈ હોવાં છતાં પણ!
કહે છે લોકો, અમે આજનાં જમાનાનાં;
તોય કેમ રખાય છે, અભરખા દીકરાંનાં!
કોઈ તો પૂછો એ માઁ ને પણ;
શું મારવી છે નવજાતને એને પણ!
સમજતું નથી આજે કોઈ પણ, "લાડુ";
કે વગર દીકરીએ કેમ ચાલશે સંસાર!
©✍️-ખ્યાતિ સોની"લાડુ"