સુપ્રભાત🙏
ગીતા જયંતીના પાવન અવસરે મારો આ નાનકડો પ્રયાસ
રણમેદાને
વિષાદે ઘેરાયેલ
બેઠો અર્જુન.
તજી દે શોક,
આત્મા અમર જાણ,
દેહ નશ્વર!
ઇન્દ્રિય, બુધ્ધિ
મન,એ કામ કેરા
આશ્રય સ્થાન!
પુનઃસ્થાપના
ધર્મની, યુગે યુગે
પ્રગટે ઈશ!
છોડ ફળની
આસક્તિ, કર્મ કરી
ઈશ અર્પણ!
વશ કરી લે
મન,યોગીઓ કરે
આત્મકલ્યાણ!
અતિ દુર્લભ
જ્ઞાની,પામે શરણ
નિશ્ચિત મારું!
સ્મરે જે નિત્ય,
અંત સમયે પામે,
પર બ્રહ્મને!
આરંભ સૃષ્ટિ
નો મુજ થકી,અંત
પણ હું કરું!
આદિ, મધ્ય ને
અંત! સર્વત્ર,સર્વ,
મને તું જાણ!
દૃશ્ય દુર્લભ,
વિશ્વરૂપ દર્શને,
અજ્ઞાન નષ્ટ!
અનન્ય ભક્તિ,
ચિત્ત સ્મરણ, તારે
ભવસાગર!
પુરુષ અને
પ્રકૃતિ,બંનેને તું,
અનાદી જાણ!
ત્રિગુણ પરે,
પામવા બ્રહ્મભાવ,
યોગ્ય તું બન!
ક્ષર અક્ષર
થી પણ ઉત્તમ હું,
પુરુષોત્તમ!
અધોગતિ ને
પામે,આસુરી યોની,
નર્ક નું દ્વાર!
સત્ય,પ્રિય ને
હિતકર વચન,
વાણીનું તપ!
પરમેશ્વર
કૃપાથી મળે, પરમ
શાંતિ ને મોક્ષ!
ભૂલ ચૂક ક્ષમા પ્રાર્થી 🙏🙏
જાગૃતિ રાઠોડ