ભૂલવાની આદત છે..
પાછા ભૂલી જઈશું.
ડૂબ્યા ભલે હાલ એના વિચારોમાં
અમે પાછા તરી જઈશું..
એને ના ગમ્યા તો શું થયું.?
અમે બીજા કોઈને ગમી જઈશું.
ખોવાઈ જઈશું એની સાથે
આમ અમે આ સફર સર કરી જઈશું.
જીવશું એની સાથે જીવાશે જેટલું
બાકી સમય આવે અમે મરી જઈશું.
કંઇ બીજું કહેવાય ના કહેવાય છેલ્લે
અમે નામ હરી નું જપી જઈશું.